શેરબજારમાં કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ મોટો કડાકો, ઈન્ફોસિસના પરિણામોની ખરાબ અસર
Live TV
-
શેરબજારમાં કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ મોટો કડાકો બોલ્યો છે. શેર માર્કેટના બંને સૂચકઆંક આજે ઘટાડા સાથે ખુલ્યા હતા.
શેરબજારમાં કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ મોટો કડાકો બોલ્યો છે. શેર માર્કેટના બંને સૂચકઆંક આજે ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સમાં 541.23 પોઈન્ટ અને નિફ્ટીમાં 135.70 પોઈન્ટનો ઘટાડો થયો છે. અત્યારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 59,549.54 પોઈન્ટ અને નિફ્ટી 17,605 પોઈન્ટ પર છે. ઈન્ફોસિસ કંપનીના સ્ટોકની કિંમત 10 ટકા સુધી ઘટી જતાં તેમાં લોઅર સર્કિટ લાગી છે. ઈન્ફોસિસ કંપનીના ખરાબ પરિણામના કારણે બધા IT સ્ટોકમાં પણ ઘટાડો થયો છે. સૂચકાંક નિફ્ટીમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, ઈન્ફોસિસ, HCL ટેક અને TCS આજે ઘટનારા સ્ટોકમાં મુખ્ય રહ્યા છે.
