નાણાંમંત્રી નિર્મલા સિતારમણએ ગાંધીનગરમાં ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે સંવાદ બેઠકનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
ગાંધીનગરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના આર્થિક અને નાણાકીય સંવાદની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો...સંવાદ બેઠકનો પ્રારંભ કરાવતા પહેલા નાણામંત્રીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યુ હતુ કે, 1991માં ભારતની લૂક ઈસ્ટ પોલીસી અને ત્યાર બાદના વર્ષોમાં કોમર્શિયલ અને સાંસ્કૃતિક વિભાગોમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધો સુદ્રઢ બન્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે, એશિયાન રિજિયનમાં ઇન્ડોનેશિયા ભારતના વેપારમાં મોટા ભાગીદાર તરીકે ઉભર્યું છે. ઇન્ડોનેશિયાનો ભારત સાથેનો વેપારનો આંકડો ગત વર્ષે 38 બિલીયન યુ.એસ.ડોલર સુધી પહોચ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે આર્થિક અને નાણાંકીય સંવાદ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
