ભારતીય શેર બજાર ઓલટાઈમ હાઈ, સેન્સેક્સે 66 હાજર 600ની સપાટી વટાવી
Live TV
-
શેર બજારમાં તેજીની આંધી યથાવત રહી હતી. સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર ફરી એક વખત નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યુ છે.
ભારતીય શેર બજારમાં છેલ્લાં ઘણા સમયથી જોવા મળી રહેલો તેજીનો માહોલ સપ્તાહના પ્રથમ દિવસે પણ યથાયત રહ્યો છે.ભારતીય શેર બજાર ફરી એક વખત નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યુ છે.કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર ઓલટાઈમ હાઈ રહ્યો હતો.સેન્સેક્સે 66 હજાર 600ની સપાટી અને નિફ્ટીએ 19 હજાર 700ની સપાટી વટાવી હતી.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર ઓલટાઈમ હાઈ રહ્યું હતું. આજે સેન્સેક્સે 66 હજાર 600ની સપાટી વટાવી હતી. જ્યારે નિફ્ટીએ પણ 19 હજાર 700ને પાર પહોંચ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 550 અંક વધી 66 હજાર 611 પર જ્યારે નિફ્ટી 156 અંકના વધારા સાથે 19,721પર બંધ થયો હતો. કારોબારી દરમિયાન આઈટીના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારમાં એસબીઆઈ, ડો,રેડ્ડી, વિપ્રો, ગ્રાસિમ અને એચડીએફસીના શેર ટોપ ગેનર્સ રહ્યા હતા. જ્યારે ઓએનજીસી, હિરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, ભારતી એરટેલ સહિતના શેરો ટોપ લુઝર્સ રહ્યા હતા. જો કે આજે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો હતો. આજે સોનું 55 રૂપિયા ઘટી 59 હજાર 261 જ્યારે ચાંદી 225 રુપિયા ઘટી 75 હજાર 743 થયું હતું.
