Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજારમાં તેજીનો ટ્રેન્ડ, સેન્સેક્સ અને નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યા

Live TV

X
  • નિફ્ટી 19 હજાર 841.65ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

    ભારતીય શેર બજારમાં હાલ તેજીનો માહોલ ચાલી રહ્યો છે. બુધવારે તેજીનો ટ્રેન્ડ રહેવાની સાથે, સેન્સેક્સ અને નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. માર્કેટ શરૂ થતાં સેન્સેક્સ  110 પોઇન્ટના વધારા સાથે 66 હજાર 905 પોઇન્ટ પર ખુલ્યો હતો  અને બાદમાં વધીને  67 હજાર 88 પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો. આજે  એનટીપીસી,  પાવર ગ્રીડ,  બજાજ ફાઇનાન્સ,  રિલાયન્સ,  એચડીએફસી,  સન ફાર્મા, ટાઇટન, એસબીઆઇ,  કોટક બેંક, લાર્સન એન્ડ ટુર્બો અને હિંદુસ્તાન યુનિલીવરના શેર ગ્રીન ઝોનમાં  ખુલ્યા હતા. જ્યારે ટાટા સ્ટીલ, ટીસીએસ,  મારૃતિ, ભારતી એરટેલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર રેડ ઝોનમાં ખુલ્યા છે. તો નિફ્ટી પણ 19 હજાર 802 પોઇન્ટ પર ખુલ્યો હતો. ત્યાર બાદ નિફ્ટી 19 હજાર 841 પોઈન્ટ 65ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

    ભારતીય શેર બજારમાં તેજીને જોતાં વિદેશી રોકાણકારો એ પોતાનું રોકાણ વધાર્યું છે. જુલાઈના પ્રથમ 2 અઠવાડિયાંમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટી બજારમાં 31 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે.  જુન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાં 47 હજાર 148 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે ઓગસ્ટ 2022 પછીનું મહત્તમ સ્તર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply