વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતને આખરે વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ સેન્ટરનું બિરુદ મળ્યું
Live TV
-
વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતને આખરે વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ સેન્ટરનું બિરુદ મળ્યું છે. સુરતમાં તૈયાર થયેલા સુરત ડાયમંડે એક મોટું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતને આખરે વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ સેન્ટરનું બિરુદ મળ્યું છે. સુરતમાં તૈયાર થયેલા સુરત ડાયમંડે એક મોટું ટાઇટલ પોતાના નામે કર્યું છે. સુરતમાં બનેલ નવું હીરા બજાર અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે, જેમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ આવેલી છે. સુરત ના નવા હીરા બજારમાં દુનિયાના 175 દેશોથી વેપારીઓ ખરીદી કરવા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના નવા હીરા બજારનું નિર્માણ 2017 માં શરૂ કરવામાં આવ્યું હતું અને આગામી 21 મી નવેમ્બરના દિવસે તેનું ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે, જેમાં મુંબઈ અને સુરતની 190 કંપની સુરતના નવા હીરા બજારમાં હીરાના વ્યાપાર ની કામગીરી શરૂ કરવા સંમત થઈ છે.
ગુજરાતના સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બનાવવામાં આવી છે. આ ઈમારતને ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી છે. આ ભવ્ય ઈમારતને સુરત ડાયમંડ બોર્સ નામ આપવામાં આવ્યું છે. વિશ્વની હીરાની રાજધાની તરીકે પ્રખ્યાત સુરતની આ ઇમારતને 'વન સ્ટોપ ડેસ્ટિનેશન' તરીકે બનાવવામાં આવી છે. 35 એકરમાં ફેલાયેલી આ ઈમારતમાં 9 ટાવરમાં કુલ 15 માળ બનાવવામાં આવ્યા છે. જેમાં હીરાના વેપાર સાથે સંકળાયેલા તમામ પોલિશર્સ, કટર અને વેપારીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
