Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 299 અંકના ઘટાડા સાથે 66 હજાર 384 અંક પર બંધ

Live TV

X
  • સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં સુસ્તીનો માહોલ રહ્યો હતો. સેન્સેક્સ 299 આંકના ઘટાડા સાથે 66 હજાર 384 આંક પર બંધ થયુ હતું. તો નેશનલ શેરબજારનો સૂચકાંક નિફ્ટી 72 આંકના ઘટાડા સાથે 19 હજાર 672 આંક પર બંધ રહ્યો હતો.

    ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સુસ્તીના માહોલ સાથે બંધ રહ્યું હતું. મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 299 આંકના ઘટાડા સાથે 66 હજાર 384 આંક પર બંધ થયુ હતું. તો નેશનલ શેરબજારનો સૂચકાંક નિફ્ટી 72 આંકના ઘટાડા સાથે 19 હજાર 672 આંક પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન પાવર અને કેપિટલ ગુડ્સના શેર્સમાં સામાન્ય ઉછાળો નોંધાયો હતો.જ્યારે FMCG, મેટલ શેર્સમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. ITC કંપનીના હોટલના બિઝનેસને ડીર્મજરની સૈદ્ધાંતિક મંજૂરી મળતા FMCG સેક્ટરમાં સૌથી વધુ ITCશેર્સના ભાવ ગગડ઼્યા હતા. મહત્ત્વનું છે કે, ડીમર્જરની મંજૂરી મળતા  ITCની કંપનીની ભાગીદારી 40 ટકા રહેશે જ્યારે બાકી 60 ટકા પબ્લિક ભાગીદારી રહેશે.આમ, ડીમર્જર થતા હવે  ITCનવી કંપની રૃપે વેપાર કરશે.  વાત જો બુલિયન માર્કેટની કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના- ચાંદીના ભાવમાં કિલોદીઠ નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બ્રેટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલદીઠ 81 ડોલર પર કારોબાર કરી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply