નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ
Live TV
-
નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ છે.
નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. આવકવેરા વિભાગે 30 જુલાઈથી અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ ITR ફાઈલ કરીને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. તે જ સમયે, ગઈકાલે સાંજે સાડા છ વાગ્યા સુધી લગભગ 26.76 લાખ આઈટીઆર ફાઇલ કરવામાં આવ્યા છે.
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ગઈકાલે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક કરોડ 30 લાખથી વધુ સફળ લોગીન થયા હતા. આવકવેરા વિભાગે કોલ, લાઇવ ચેટ્સ, વેબેક્સ સેશન અને સોશિયલ મીડિયા દ્વારા 24x7 ITR ફાઇલિંગ, ટેક્સ ચુકવણી અને અન્ય સંબંધિત સેવાઓ માટે કરદાતાઓને મદદ કરી રહ્યું છે.
