સાઉદી પાકિસ્તાનની સૌથી મોટી રિફાઈનરી સ્થાપવા 10 બિલિયન ડોલરનું રોકાણ કરશે
Live TV
-
પાકિસ્તાનના હસ્તકની પેટ્રોલિયમ કંપનીઓએ વ્યૂહાત્મક ગ્વાદર પોર્ટમાં 10 બિલિયન ડોલરનાં રોકાણ સાથે પાકિસ્તાનની સૌથી મોટી રિફાઈનરીની સ્થાપના કરવા મેમોરેન્ડમ ઓફ અન્ડસટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે, તેમ તાજેતરના અહેવાલ પરથી જાણવા મળ્યું છે.
પ્રતિ દિવસ 3,00,000 બેરલના ઉત્પાદનમાં સુવિધાના સ્થાપના કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સરકારના હસ્તકની ઓઈલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (ઓજીડીસીએલ), પાકિસ્તાન સ્ટેટ ઓઈલ (પીએસઓ), પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (પીપીએલ) અને ગર્વમેન્ટ હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડે ગ્વાદર પોર્ટ પર રિફાઈનરીની સ્થાપના કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જાહેર ક્ષેત્રની ચાર કંપનીએ ઈક્વિટી ભાગીદારી મારફતે હાથ મિલાવ્યા છે. પ્રધાનમંત્રી શેહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકાર વ્યૂહાત્મક ગ્વાદર બંદર પર ગ્રીનફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે સાઉદી જાયન્ટ અરામકો સાથે વાટાઘાટોના અદ્યતન તબક્કામાં છે અને તેનો કાર્યકાળ બે અઠવાડિયામાં સમાપ્ત થાય તે પહેલાં પ્રારંભિક કામગીરી પૂર્ણ કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વર્તમાન સરકારનો કાર્યકાળ 14 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે.
