શેર બજારમાં મંદીનો ટ્રેન્ડ, સેન્સેક્સ 200 અંક ગગળ્યો
Live TV
-
ભારતી એરટેલ, વિપ્રો, SBI અને ઇન્ડસઇન્ડ બેંક , અને સન ફાર્માના શેર ગ્રીન ઝોનમાં રહ્યા
કારોબારી સપ્તાહના છેલ્લાં દિવસે શેર માર્કેટ સ્થિર સ્થિતિમાં ખુલ્યું હતું. જે બાદ ઘટાડા તરફ વળ્યું હતું. સવારે 11 વાગ્યે અને 05 મિનિટે સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટાડા સાથે 66 હજાર 064 પોઈન્ટ 31 પર હતું. સેન્સેક્સ 66 હજાર 266 પોઇન્ટ પર ખુલ્યું હતું. જે ગઇકાલે 66 હજાર 266 પોઇન્ટની સપાટી પર જ બંધ રહ્યું હતું. જો કે વેચાણ માહોલ સર્જાતા શેર બજાર 208 પોઇન્ટ સુધી ઘટ્યું હતું. આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા , રિલાયન્સ, હિદુંસ્તાન યુનિલીવર, એશિયન પેઇન્ટ, ભારતીએર ટેલ, વિપ્રો, SBI અને ઇન્ડસઇન્ડ બેંક , અને સન ફાર્માના શેર ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જયારે કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાઇટન, HDFC બેંક, ટીસીએસ અને ICICI બેંકના શેર રેડ ઝોનમાં રહ્યા હતા. જ્યારે નીફ્ટી 19હજાર 659 પોઇન્ટ પર ખુલ્યો હતો. ગત સપ્તાહે ભારે તેજી બાદ હવે માર્કેટમાં તેનાથી વિપરિત ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે.
ગુરુવારે નિફ્ટી 118 અંકના ઘટાડા સાથે 19 હજાર 660 પર બંધ થયું હતું. આ ટ્રેન્ડની અસર mcx (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ) પર જોવા મળી. ઓગસ્ટ સિરીઝનું સોનું 60 રૂપિયા મોંઘુ થઈને 59 હજાર 525 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું.
