ભારતીય શેરબજારની શરૂવાત તેજી સાથે થઈ
Live TV
-
મજબૂત ગ્લોબલ સંકેતના કારણે ભારતીય શેરબજારની શરૂઆત પોઝિટિવ થઈ હતી.. 200 અંકના વધારા સાથે સેન્સેક્સ 66 હજાર 900ની આસપાસ ખુલ્યો હતો. તો નિફ્ટી પણ 70 અંકના વધારા સાથે 19 હજાર 800ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. સૌથી વધુ તેજી ફાર્મા સેક્ટરમાં જોવા મળી રહી છે. સીપલાના શેરમાં સાત ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
નિફ્ટીમાં સિપ્લા, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, હીરો મોટોકોર્પ અને એચયુએલ ઘટ્યા હતા. આજે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. SGX નિફ્ટી 67 પોઈન્ટ ઉપર દેખાઈ રહ્યો છે. તે જ સમયે, નિક્કી 0.19 ટકાના વધારા સાથે 32729.47 ની આસપાસ જોવા મળી રહ્યો છે.
