ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું
Live TV
-
ભારતીય શેરબજારમાં ઘટાડાઓ આજે પણ યથાવત રહ્યો હતો. BSE સેન્સેક્સ 232.17 પોઈન્ટ ઘટાડા સાથે 65,550.61ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 63.10 પોઈન્ટના વધારા સાથે 19463.45 ના સ્તર પર ખુલ્યો હતો. મીડિયા, ફાર્મા, પીએસયુ, હેલ્થકેર ઈન્ડેક્સ સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિયલ્ટી શેરોમાં સૌથી વધુ 0.77 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ મેટલના શેરમાં 0.59 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં રૂપિયો ઝડપી તૂટી ગયો હતો
ઓઈલ અને ગેસ શેર્સમાં 0.36 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓટો શેર 0.25 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સન ફાર્મા, NTPC, રિલાયન્સ, HDFC, ટાટા મોટર્સ, L&T, ITC, SBI, M&M, JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, પાવરગ્રીડ, કોટક મહિન્દ્રા બેંકના કારોબારમાં ઉછાળો જ્યારે ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, મારુતિ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, વિપ્રો, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, નેસ્લે, ટીસીએસ, એક્સિસ બેંક, એશિયન પેઈન્ટ્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય શેર બજારમાં ફિચના રેટિંગ ડાઉનગ્રેડ બાદ ગઈકાલે યુએસ માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી છે. નાસ્ડેક 2% થી વધુ લપસ્યો, જ્યારે ડાઉ પણ 350 પોઈન્ટ તૂટ્યો. ગઈકાલે અમેરિકી બજારોમાં દબાણ જોવા મળ્યું હતું.. ડાઉ જોન્સ લગભગ 350 પોઈન્ટ ઘટીને બંધ થયો, જ્યારે S&P 500 લગભગ 1.50% ઘટીને બંધ થયો. આંતરરાષ્ટ્રીય શેરબજારની અસર ભારતીય શેર બજાર પર પડી રહી છે.
