પ્રારંભિક ઉછાળા બાદ ભારતીય શેરમાર્કેટમાં ઘટાડો નોંધાયો
Live TV
-
કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. સવારે સેન્સેક્સ મામૂલી ઘટાડા સાથે 60 હજાર ઉપર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટી પણ 17 હજાર 735 પર ટ્રેડ કરી રહ્યો હતો. આઈટી અને ફાર્મા શેરો બજાર પર દબાણ લાવવાનું કામ કરી રહ્યા છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 401 પોઈન્ટના વધારા સાથે જયારે નિફ્ટી 119 પોઈન્ટ ના વધારા સાથે બંધ રહ્યો હતો. ફાર્મા અને આઇટી સેક્ટરના શેરોમાં વેચવાલીના પગલે માર્કટેમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. હાલમાં માર્કેટ 60 હજાર એક સો અને નિફટી 17 હજારપ 750ની સપાટીની આસપાસ ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યું છે.
