વૈશ્વિક બજારોમાં ઘટાડાની અસર ભારતીય શેરબજાર ઉપર દેખાઈ
Live TV
-
ભારતીય શેર બજારમાં વેચવાલી અને ખરીદીનો મિશ્ર માહોલ રહેતા સેન્સેક્સ 60 હજાર 87ના સામાન્ય વધારા સાથે ખુ્લ્યુ હતું. તો નીફ્ટી 17 હજાર 767 પોઇન્ટ પર ખુલ્યો હતો. આજે પાવરગ્રીડ, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સીક બેંક, મારૃતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, અન ભારતી એરટેલના શેર ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે આઇટીસી, સન ફાર્મા, એચડીએફસી,બજાજ ફાઇનાન્સ,કોટક મહિન્દ્રા બેંકના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારની સ્થિતિને આધારે હાલ ભારતીય શેર બજાર હાલ સ્થિર રહે તેવી શક્યતા છે.
