સેન્સેક્સ 60,300 પર, જ્યારે નિફ્ટી 17,813 પર બંધ રહ્યો હતો
Live TV
-
ભારતીય શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે સામાન્ય વધારા સાથે બંધ થયા હતા. BSE નો સેન્સેક્સ 170 પોઈન્ટ વધીને 60,300 પર બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 44 પોઈન્ટ વધીને 17,813 પર બંધ થયો હતો. ભારતીય રૂપિયો અમેરીકી પ્રતિ ડોલર સામે 81.76 પર સ્થિર થયો હતો. નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને એલએન્ડટી રહ્યા હતા. જ્યારે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ અને એનટીપીસીના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો જયારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જયારે ચાંદીનો ભાવમાં 157ના વધારો નોંધાયો હતો. ક્રુડ ઓઈલમાં સામાન્ય વધારો નોંધાયો હતો
