સેન્સેક્સ 59,655 પર જયારે નિફ્ટી 17, 624 પર બંધ રહ્યો
Live TV
-
આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં અતિ સામાન્ય તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 22 પૉઇન્ટના ઉછાળા સાથે 59,655 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 0.4 પોઈન્ટના ઘટાડા સાથે 17, 624 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 74.96 પોઈન્ટ અથવા 0.13% વધીને 59,707.31 પર અને નિફ્ટી 23.20 પોઈન્ટ અથવા 0.13% વધીને 17 હજાર 647.70 પર હતો. લગભગ 1180 શેર વધ્યા હતા અને 846 શેર ઘટ્યા અને 82 શેર યથાવત રહ્યા હતા. એચ.સી.એલ ટેક્નોલોજી, એચ.ડી.એફ.સી લાઇફ, યુ.પી.એલ, ડિવિસ લેબ્સ અને પાવર ગ્રીડ કોર્પ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા. જ્યારે ટાટા સ્ટીલ, જે.એસ.ડબ્લ્યુ સ્ટીલ, ડૉ રેડ્ડીઝ લેબ્સ, મારુતિ સુઝુકી અને ટેક મહિન્દ્રામાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
