ભારતીય શેરબજાર તેજીમય સાબિત થયો, આજે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે થયા બંધ
Live TV
-
શુક્રવારનો દિવસ ભારતીય શેરબજાર માટે તેજીમય સાબિત થયો. આજે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 1031.43 પોઈન્ટના વધારા સાથે 58,991.52 પર બંધ રહ્યો હતો, જ્યારે 279.10 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 17359.80 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની સંપત્તિ 258.16 લાખ કરોડ પર પહોંચી. આજે અંદાજે રોકાણકારોની સંપત્તિમાં 3.38 લાખ કરોડનો વધારો થયો છે. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી હતી.
