ભારતીય શેરબજાર વધારા સાથે ખુલ્યા
Live TV
-
વૈશ્વિક શેરબજારોને પગલે ભારતીય શેરબજાર વધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 665 આંકના વધારા સાથે 59 હજાર 76 પર કારોબાર કરી રહ્યો છે અને નિફ્ટી 189 આંકના વધારા સાથે 17 હજાર 501 પર કારોબાર કરી રહ્યો છે. આજે PSU બેંક સેક્ટરનાં નેતૃત્વમાં તમામ સેક્ટર્સ હકારાત્મક કારોબાર કરી રહ્યાં છે. શેરની વાત કરીએ તો ઈન્ડિયા માર્ટ ઈન્ટર, TVS મોટર, બેંક ઓફ બરોડા, જે કે સિમેન્ટ, હિંદાલ્કો અને ભારતી એરટેલનાં શેરમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે મધરસન, નવીન ફ્લોરીન, ACC, અતુલ, ચંબલ ફર્ટીલાઈઝર અને ટોરેન્ટ ફાર્મામાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે.તો ડોલર સામે રૂપીયો 27 પૈસા જેટલો મજબૂત થયો છે. MCX પર સોનાનો રૂ. 50 હજાર 500 અને ચાંદીનો રૂ. 56 હજાર 600 ભાવ બોલાઈ રહ્યો છે.
