ભારતીય શેર બજાર 395 પોઇન્ટ ધટાડા સાથે ખુલ્યું
Live TV
-
ભારતીય શેર બજારમાં આજે સેન્સેક્સ થોડા ઘટાડા સાથે ખુલ્યો હતો. બુધવારે 60 હજાર 906 પોઇન્ટ પર બંધ રહ્યા બાદ 395 પોઇન્ટના ઘટાડા સાથે આજે 60 હજાર 511 પર ખુલ્યો હતો. જો કે ત્યારબાદ માર્કેટ રીકવર થતા 50 પોઇન્ટના સામાન્ય વધારા પર 60 હજાર 951 પર છે. આજે ટેલિકોમ, બેંકિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને આઇટી સેક્ટરના શેર ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે આઇટી અને પાવર સેક્ટરના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. જ્યારે નીફ્ટીમાં સમાન્ય વધારો જોવા મળ્યો હતો. જાણકારોના મતે હાલ શેરબજાર 61 હજાર પોઇન્ટની આસપાસ ટ્રેન્ડ કરી શકે છે.
