ભારતીય શેરમાર્કેટમાં આજે શરૂઆતથી જ ઉછાળો
Live TV
-
વૈશ્વિક બજારોની સ્થિતિમાં સુધારાને કારણે આજે સેન્સેક્સ 173 પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો
ભારતીય શેરમાર્કેટમાં આજે શરૂઆતથી જ ઉછાળાનો માહોલ રહ્યો હતો.
વૈશ્વિક બજારોની સ્થિતિમાં સુધારાને કારણે સ્થાનિક અને વિદેશી રોકાણકારોએ ઉત્સાહ દર્શાવતા આજે સેન્સેક્સ 173 પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટીએ પણ 19,700ની સપાટી કુદાવી હતી.
ફાર્મા સેક્ટરના શેરોમાં આવેલા સુધારાના પગલે સેન્સેક્સ 173 પોઇન્ટના ઉછાળા સાથે 66,119 પોઇન્ટ અને નિફ્ટીનું 52 પોઇન્ટ વધીને 19,716 પર બંધ થયું હતું
