ભારતીય શેર બજારમાં આજે સ્થિર સ્થિતિ જોવા મળી
Live TV
-
ભારતીય શેર બજારમાં આજે સ્થિર સ્થિતિ જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 80 પોઇન્ટના સામાન્ય વધારા સાથે 65 હજાર 300 પોઇન્ટ પર ખૂલ્યો હતો . જે બાદ માર્કેટ સતત સ્થિર જોવા મળી રહ્યું છે. આજે ટીસીએસ, ટાટા સ્ટીલ, મારુતિ, એસબીઆઇ, લાર્સન એન્ડ ટુર્બો, આઇસીઆઇસીઆઇ બેંક, અને એનટીપીસી સહિતની કંપનીઓના શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે આઇટીસી, સન ફાર્મા, જીઓ ફાઇનાન્સ, ભારતી એરટેલ, અને બજાજ ફાઇનાન્સના શેર્સ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. જ્યારે નીફ્ટી 19 હજાર 439 પર ખુલ્યા બાદ 11 પોઇન્ટના સામાન્ય વધારા પર કારોબાર કરી રહ્યો છે.
