શેરબજારમાં નોંધાયો કડાકો, સેન્સેક્સ ડે હાઈથી 661 આંક ઘટી 65 હજાર 252 પર બંધ
Live TV
-
સપ્તાહના ચોથા કારોબારમાં ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે બંધ રહ્યું છે. સેન્સેક્સ આજે ડે હાઈથી 661 આંક ઘટી 65 હજાર 252 પર બંધ રહ્યો છે. નીફ્ટી ડે હાઈથી 204 આંકના ઘટાડા સાથે 19 હજાર 380 પર બંધ રહ્યો છે. બેંક-એનર્જી અને ફાર્માના શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. આજે IT, મીડિયા અને રીયલ્ટી સેક્ટર્સમાં નવી લેવાલી નીકળતા આ સેક્ટર્સનાં શેર્સના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે PSU બેંક, એનર્જી, ફાર્મા અને મેટલ સેક્ટર્સમાં વેચવાલીનું દબાણ રહેતા આ સેક્ટર્સનાં શેરોનાં ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોના-ચાંદીના ભાવમાં ચમક પાછી ફરતી જોવા મળી રહી છે. MCX પર સોનાનો ભાવ રૂપિયા 58 હજાર 815 પ્રતિ તોલા બોલાઈ રહ્યો છે અને ચાંદીનો ભાવ રૂપિયા 73 હજાર 492 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે. આજે રૂપિયા સામે ડોલર તૂટ્યો હતો. રૂપિયા સામે ડોલર તૂટીને 82.57 થયો છે.
