શેરબજારમાં મોટો કડાકોઃ સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 290 પોઈન્ટ તૂટ્યો
Live TV
-
કારોબારી સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 290 પોઈન્ટ તૂટ્યો હતો. સવારે 10.39 વાગ્યે સેન્સેક્સ 1063 પોઈન્ટના કડાકા સાથે 55,948.36 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 314 પોઈન્ટના કડાકા સાથે 16,671.05 પર કારોબાર કરી રહ્યો હતો. ટાટા મોટર્સ, બજાજ ફાયનાન્સ, રિલાયન્સ, ઈન્ફોસીસના શેર્સમાં પણ ઘટાડો નોંધાયો છે.
શેરબજારના જાણકારોનું માનવું છે કે, શેર બજારમાં કડાકાનું કારણ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં થયેલો વધારો અને વિદેશી શેર માર્કેટોમાં થયેલા ભાવ ઘટાડો છે.
