શેરબજાર સપ્તાહની શરૂઆતમાં ઘટાડા સાથે બંધ
Live TV
-
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે નરમાશ જોવા મળી હતી. સેન્સેક્સ 503.25ના કડાકા સાથે બંધ રહ્યું તો નિફ્ટીમાં 180.4 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 58,283.42 પોઈન્ટ પર બંધ રહ્યુ તો નિફ્ટી 17,368.25 પોઈન્ટ પર બંધ રહ્યુ છે. એક્સિસ બેન્ક, ટેક મહેન્દ્રા, મારુતિ સુઝુકીના શેરમાં તેજી જોવા મળી હતી તો બજાજ ફાઈનાન્સ, ટાટા અને રિલાયન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો. ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ સેકટરમાં મંદી જોવા મળી હતી.
