શેરબજારમાં સામાન્ય વધઘટ જોવા મળી, માર્કેટનો ટ્રેન્ડ રેડ ઝોનમાં જોવા મળી શકે
Live TV
-
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં સામાન્ય વધારા સાથે ખુલ્યા બાદ ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ 35 પોઇન્ટના વધારા સાથે ખુલ્યું હતું. પરંતુ, વૈશ્વિક માર્કેટમાં રહેલા નકારાત્મક વલણને કારણે સેન્સેક્સમાં 175 પોઇન્ટ સુધી તુટ્યો હતો. જ્યારે નીફ્ટી 41 પોઇન્ટના વધારા સાથે 18 હજાર આઠ પોઇન્ટ પર ખુલ્યો હતો. આજે પાવર ગ્રીડ, આઇટીસી અને નેસ્લે ઇન્ડિયાના શેરમાં મજબુતાઇ જોવા મળી હતી. જ્યારે બજાર ફાઇનાન્સ, ફીનસર્વ અને ટીસીએસના શેરમાં ઘટાડો થયો હતો. નિષ્ણાંતોના મતે આજે માર્કેટનો ટ્રેન્ડ રેડ ઝોનમાં જોવા મળી શકે તેમ છે.
