શેરમાર્કેટ સપ્તાહની શરૂઆતમાં મોટા કડાકા સાથે ખૂલ્યું, સેન્સેક્સ 800 પોઇન્ટ, નિફટી 200 પોઈન્ટ ગબડ્યો
Live TV
-
શેરમાર્કેટમાં સપ્તાહના પ્રાંરભે જ મોટો કડાકો સર્જાયો હતો. વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારોના વેચવાલીના વલણને કારણે સેન્સેક્સ 800 પોઇન્ટ સુધી ધડામ થઇ ગયો હતો. જ્યારે નિફટીમાં પણ 200પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આઇડીબીઆઇ બેંકમાંથી હિસ્સો વેચવાની સરકારની જાહેરાત બાદ બેંકના શેરમાં ઉછાળો નોંધાયો હતો જ્યારે એશિયન પેઇન્ટ્સના શેરમાં મોટાપાયે ગાબડુ પડ્યુ હતું. ખાસ કરીને અમેરિકામાં ફેડરલ રિઝર્વ રેટમાં વધારો થવાના એંધાણના પગલે વૈશ્વિક શેર માર્કેટ ગબડ્યા હતા જેની મુંબઇ સ્ટોક એક્સચેંજ પર પર અસર વર્તાઇ હતી. સેન્સેક્સ હાલમાં 37 હજાર પાંચસોની નીચે અને નિફટી પણ 17 હજારની આસપાસ કારોબાર કરી રહ્યો છે.
