સેન્સેક્સ 58 હજાર પોઇન્ટ પર સામાન્ય વધારા સાથે ખુલ્યો
Live TV
-
મંગળવારે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં રહ્યા છે. સેન્સેક્સની વાત કરીએ તો 58 હજાર પોઇન્ટ પર સામાન્ય વધારા સાથે ખુલ્યો હતો. પરંતુ તબકકાવાર ઘટાડો થતા 373 પોઇન્ટ સુધી તુટીને હાલ 57 હજાર 639 પોઇન્ટ પર સેન્સેક્સ છે. જ્યારે નીફ્ટી પણ ઘટાડા સાથે ખુલીને હાલ 110 પોઇન્ટ તુટીને હાલ 17 હજાર 130 પોઇન્ટ પર છે. સોમવારે અમેરિકાના બજારો નબળા પડતા તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આજે નેગેટીવ ટ્રેન્ડમાં બેંકિંગ, આઇટી અને ફાર્મા કંપનીનાના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમં વૈશ્વિક બજારોની અસરથી ભારતીય શેરબજાર નેગટીવ રહે તેવી શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.
