શેર માર્કેટમાં તેજીનો માહોલ યથાવત, સેન્સેક્સ 65,495 પર ખુલ્યો
Live TV
-
ભારતીય શેર બજાર સપ્તાહના પ્રાંરભથી જ 65 હજાર ઉપરાંતની સપાટીને જાળવી રાખીને લીલા નિશાન પર ખુલ્યો હતો.
ભારતીય શેર બજાર સપ્તાહના પ્રાંરભથી જ 65 હજાર ઉપરાંતની સપાટીને જાળવી રાખીને 200 પોઇન્ટના વધારા સાથે 65 હજાર 495 પોઇન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નીફ્ટી 63 પોઇન્ટ વધીને 19 હજાર 395 પોઇન્ટ પર ખુલ્યો હતો.
જેમાં રિલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સીસ બેંક, એચડીએફસી, સન ફાર્મા, મારૃતિ, આઇસીઆઇસીઆઇ બેંક અને ભારતી એરટેલના શેર્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે એનટીપીસી, આઇટીસી, નીફ્ટી, હિદુંસ્તાન યુનિલીવર, ટીસીએસ, બજાજ ફિનસર્વ, ટાઇટન અને વિપ્રોના શેર્સ રેડ ઝોનમાં ખુલ્યા હતા.
