સપ્તાહના પ્રથમ કારોબારી દિવસમાં શેરબજારમાં ભારે વધઘટ, સેન્સેક્સ 65 હજાર 401 અને નિફ્ટી 19 હજાર 434 પર રહ્યા બંધ
Live TV
-
સપ્તાહના પ્રથમ કારોબારમાં આજે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 65 હજાર 401 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 6 આંકના વધારા સાથે 19 હજાર 434 પર બંધ રહ્યો હતો.
સપ્તાહના પ્રથમ કારોબારમાં આજે ભારતીય શેરબજારમાં ભારે વધ-ઘટ જોવા મળી હતી. આજે શરૂઆતના ભારે ઘટાડા બાદ સેન્સેક્સ રિકવર થઈ 79 આંકના વધારા સાથે 65 હજાર 401 પર બંધ રહ્યો હતો.અને નિફ્ટી 6 આંકના વધારા સાથે 19 હજાર 434 પર બંધ રહ્યો હતો. આજે મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રુડ ઓઈલ 86.60 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે.સોના-ચાંદીના ભાવમાં આજે સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. MCX પર સોનાનો ભાવ રૂ. 58 હજાર 900 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 70 હજાર 93 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે.તો રૂપીયા સામે ડોલર મજબૂત થઈ 83 પર પહોંચ્યો છે.
આજે ભારતીય શેર બજારના કારોબારી સપ્તાહની શરુઆત નબળી થઈ હતી. આજે સેન્સેક્સ 168.85 પોઈન્ટના ઘટાડા સાથે 65,153 ની સપાટી પર ખુલ્યો હતો. તો બીજી તરફ, NSEનો સૂચકઆંક નિફ્ટી પણ લાલ નિશાન પર 44.35 પોઈન્ટના ઘટાડા સાથે 19,383 ના સ્તર પર ખુલ્યો હતો. માર્કેટમાં મોટા ભાગના શેર લાલ નિશાન પર કારોબાર રહ્યો હતો અને સેન્સેક્સના મોટા ભાગના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, નબળા વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેર બજારમાં ભારે વધઘટ જોવા મળી હતી.
