સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી
Live TV
-
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી છે. સેન્સેક્સ તેની શરૂઆતમાં 350 પોઈન્ટથી વધુ તૂટી ગયો છે. નિફ્ટીમાં પણ બજાર ખુલતાની સાથે જ 17000 ની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. આ સિવાય આઈટી અને બેંકિંગ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.વૈશ્વિક બજારોના નકારાત્મક વલણો વચ્ચે આજે સ્થાનિક બજારો ઘટાડાનાં માર્ગે છે. કારોબાર શરૂ થતાની સાથે જ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં આવી ગયા હતા.TCSના શેરમાં 3% જ્યારે ઈન્ફોસિસના શેરમાં 2%નો ઘટાડો થયો હતો. અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 6 પૈસા મજબૂત થઈને ખુલ્યો હતો. રૂપિયો 82.55ની સામે 82.49 પ્રતિ ડૉલર પર ખુલ્યો હતો.
