સેન્સેક્સ 541 પોઈન્ટના ઘટાડા સાથે 59,806ની સપાટી પર બંધ
Live TV
-
ગુરૂવારે સેન્સેકેસ ઘટાડા સાથે બંધ થયો હતો. જેમાં બીએસસી સેન્સેક્સ 541 પોઈન્ટના ઘટાડા સાથે 59,806ની સપાટી પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 164 પોઈન્ટના ઘટાડા સાથે 17589ની સપાટી પર બંધ થયો હતો. મહત્વનું છે કે અમેરિકામાં ફેડનાં વ્યાજ દરોમાં વધારોની સામે રોજગારીનાં આંકડા આવી રહ્યાં છે મજબૂત તેમજ ફેડની વ્યાજદરમાં મોટો વધારો કરવાની ભીતીએ વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાો જોવા મળ્યો હતો.
અમેરિકામાં ફેડ વ્યાજ દરોમાં વધારો કરતું હોવા છતા રોજગારીનાં આંકડા મજબૂત આવ્યા છે. અમેરિકામાં ફેબ્રુઆરી માસમાં રોજગારીના આંકડા વધીને 2 લાખ 82 હજાર આવતા વૈશ્વિક શેરબજારોમાં ફેડ વ્યાજદરમાં મોટો વધારો કરે એવી ભીતી સેવાઈ રહી છે. ભારતીય શેરબજાર પણ આજે ઘટાળા સાથે બંધ રહ્યાં છે. સેન્સેક્સ 541 આંકના ઘટાડા સાથે 59 હજાર 806 પર બંધ રહ્યો છે. અને નિફ્ટી 164 આંકના ઘટાડા સાથે 17 હજાર 589 પર બંધ રહ્યો છે. આજે ઓટો, રીયલ્ટી, PSU બેંક અને IT સેક્ટરમાં ભારે ઘટાળો જોવા મળ્યો હતો. શેરની વાત કરીએ તો મન્નપુરમ ફાઈનાન્સ, SBI કાર્ડ, ડેલ્ટા કોર્પ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ, ગુજરાત ગેસ અને લાર્સનનાં શેરમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, RBL બેંક, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, અપોલો ટાયર્સ, TVS મોટર્સ, ગેઈલ અને GNFCનાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે બંધ રહ્યાં હતા. કોમોડીટીની વાત કરીએ તો બ્રેંટ ક્રુડ ઓઈલ 83 ડોલર નીચે સરકી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજાર ગુરૂવારે સામાન્ય ઉછાળા સાથે ખુલ્યા બાદ વેચવાલીનો માહોલ સર્જાતા સેન્સેક્સમાં ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટી 43 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. સેન્સેક્સ બુધવારે 60 હજાર 348 પોઇન્ટ પર બંધ રહ્યા બાદ 119 પોઇન્ટના વધારા સાથે 60 હજાર 467 પર ખુલ્યો હતો. જે બાદ 200 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. જ્યારે નીફ્ટી 43 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને હાલ 67 પોઇન્ટના ઘટાડા સાથે 17 હજાર 692 પોઇન્ટ પર છે. આજે ટાટા સ્ટીલ, એનટીપીસી, એક્સીસ બેંક, લાર્સન એન્ડ ટુર્બો, એચડીએફસી બેંકના શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે મારૃતિ, ટાઇટન, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, ટીસીએસ અને ટાટા મોટર્સ સહિતની કંપનીના શેર રેડ ઝોનમાં હતા. જ્યારે ડોલરની સરખામણીમાં રૂપિયો 12 પૈસાની મજબુતી સાથે ખુલતા પ્રતિ ડોલર 81.83 પૈસા ભાવ રહ્યો હતો.
