PSU બેંક સેક્ટરના શેરોમાં ભારે ખરીદી જોવા મળી
Live TV
-
સપ્તાહનાં અંતિમ કારોબારમાં ભારતીય શેરબજારમાં સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 62 હજાર 208 પર અને નિફ્ટી 18 હજાર 481 પર કારોબાર કરી રહ્યાં છે. આજે PSU બેંક સેક્ટરના શેરોમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. શેરની વાત કરીએ તો PNB, ભેલ, પાવર ફાઈનાંસ, RBL બેંક, ગુજરાત સ્ટેટ પેટ્રોલ અને PVR ના શેરમાં નવી ખરીદી નીકળતા વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે બલરામપુર ચીની, HUL, TVS મોટર અને એશીયન પેન્ટના શેરમાં વેચવાલીનું દબાણ રહેતાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે. તો બ્રેંટ ક્રુડ ઓઈલ 85 - 86 ડોલર પ્રતિ બેરલ વચ્ચે સ્થિર થયું છે.
