RBIએ મોદ્રિક નીતિની જાહેરાત કરી, RBIએ સતત ત્રીજી વાર રેપોરેટ યથાવત્ રાખ્યો
Live TV
-
વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતનો 15 ટકા ફાળો રહ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે RBIની મોદ્રિક નીતિની જાહેરાત કરી હતી. 3 દિવસ સુધી ચાલેલી બેઠક બાદ આખરે રિઝર્વ બેંકે સામાન્ય માણસના હિતમાં નિર્ણય લીધો છે. રેપોરેટ 6.50 ટકા યથાવત્ રાખ્યો હતો. RBIએ સતત ત્રીજી વાર રેપોરેટ યથાવત્ રાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના બેંકિંગ સેક્ટરમાં નોંધપાત્ર ફાયદો જોવા મળ્યો છે. જેમાં NPAમાં ઘટાડો થવાની સાથે બેંકમાં રોકાણ વધ્યું છે. આ સાથે મોટાભાગની બેંકો નફાની સ્થિતિમાં છે. ઉપરાંત, ગ્લોબલ ઇકોનોમીમાં ભારતની મજબૂત સ્થિતિની અસર પણ જોવા મળી છે અને ભારત વિશ્વનું ગ્રોથ એન્જીન બની શકે છે. આજે વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતનો 15 ટકા ફાળો રહ્યો છે, તો મોંધવારીના દરમાં શાકભાજીના ભાવમાં વધારો અસર કરી શકે છે.આ સતત બીજી વખત છે જ્યારે રિઝર્વ બેંકે રેપો રેટ સ્થિર રાખ્યો છે.સામાન્ય માણસની હોમ લોન, ઓટો લોન અથવા અન્ય કોઈપણ પ્રકારની છૂટક લોન મોંઘી નહીં થાય અને તેના પર EMIનો બોજ નહીં પડે. આરબીઆઈ ગવર્નરે કહ્યુ હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા હાલમાં મજબૂત સ્થિતિમાં યથાવત છે. છૂટક મોંઘવારીનો અંદાજ 5.1 ટકાથી વધીને 5.4 ટકા થયો છે. શાકભાજીના ભાવોને કારણે મોંઘવારી દર પર અસર જોવા મળી છે. દેશના બેંકિંગ સેક્ટરમાં નોંધપાત્ર ફાયદો જોવા મળ્યો છે. આ સાથે મોટાભાગની બેંકો નફાની સ્થિતિમાં છે. વિશ્વમાં ભારતીય અર્થવ્યવસ્થા પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.ભારત વિશ્વનું ગ્રોથ એન્જીન બની શકે છે..
