RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષાની જાહેરાત કરશે
Live TV
-
મુંબઈમાં મંગળવારે 8 ઓગસ્ટના રોજ છ સભ્યોની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક શરૂ થઈ હતી.
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષાની જાહેરાત કરશે. મુંબઈમાં મંગળવારે 8 ઓગસ્ટના રોજ છ સભ્યોની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક શરૂ થઈ હતી. નિષ્ણાંતોએ સંભાવના વ્યક્ત કરી હતી કે, મુખ્ય વ્યાજ દરોની યથાસ્થિતિ જળવાઈ રહેશે. વધતો ફુગાવો, ખાસ કરીને ખાદ્ય પદાર્થોની વધતી કિંમતો વચ્ચે વ્યાજદરનો નિર્ણય મહત્ત્વપૂર્ણ રહેવાની શક્યતા છે. રિઝર્વ બેન્કે અગાઉ બે નીતિગત જાહેરાત કરી હતી, જેમાં 6.5 ટકા રેપોરેટ રાખવામાં આવ્યો હતો. ભારતમાં જૂન મહિનામાં રિટેઈલ ફુગાવા દર ત્રણ મહિનાના ઉચ્ચ સ્તરે 4.8 ટકા રહ્યો હતો. ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોના કારણે રિટેઈલ ફુગાવા દરમાં વધારો થયો છે.
