Skip to main content
Settings Settings for Dark

અક્ષય કુમારના એપિસોડ ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સનું ટ્રેલર રિલીઝ

Live TV

X
  • અક્ષય કુમારનો એપિસોડ 11 સપ્ટેમ્બરે રિલીઝ થશે

    અક્ષય કુમાર ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ શોમાં બેયર ગ્રિલ્સ સાથે જંગલોમાં સર્વાઇવ કરતો દેખાશે. તેના એપિસોડનું ટ્રેલર રિલીઝ થયું છે. ટીઝર બાદ આ ટ્રેલરમાં અક્ષય બેયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર્સ મોડમાં દેખાયો છે. અક્ષયે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું કે, મને ખબર હતી કે આમાં ઘણા પડકારો હશે પરંતુ બેયર ગ્રિલ્સે હાથીના પૂપ (પશુઓની લાદ) વાળી ચા સાથે મને એકદમ સરપ્રાઈઝ કરી દીધો. શું દિવસ હતો.

    અક્ષયકુમારે આ શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વ અને નેશનલ ફોરેસ્ટમાં કર્યું હતું. આ પહેલાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે પણ અહીંયા જ બેયર ગ્રિલ્સ સાથે શોનું શૂટિંગ કર્યું હતું. આ શોથી રજનીકાંતે ટીવી પર ડેબ્યુ કર્યું હતું. અક્ષય કુમાર આ શોમાં ફીચર થવાનો છે તેવા ન્યૂઝ આ વર્ષે જાન્યુઆરીમાં આવ્યા હતા. રજનીકાંતે તેનું શૂટિંગ જાન્યુઆરીમાં પૂરું કર્યું અને એપિસોડ 23 માર્ચે રિલીઝ થયો હતો. રજનીકાંતનું શૂટિંગ પૂરું થયું ત્યારબાદ જ અક્ષય કુમારે શૂટિંગ કરી લીધું હતું.ડિસ્કવરી પ્લસ પર અક્ષય કુમારનો આ એપિસોડ તેના જન્મદિવસ 9 સપ્ટેમ્બર પછી 11 સપ્ટેમ્બરે અને ડિસ્કવરી ચેનલ પર 14 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply