કેન્સરગ્રસ્ત અભિનેતા સંજય દત્ત માટે બાબિલે સોશિયલ મીડિયામાં કરી ભાવુક પોસ્ટ
Live TV
-
ઈરફાન ખાનના દીકરા બાબિલે સંજુને ટાઈગર કહ્યો, મીડિયા સંજય દત્તના કેન્સરના સ્ટેજ અંગે અનુમાનો ના લગાવે
દિવંગત એક્ટર ઈરફાન ખાનના દીકરા બાબિલે સોશિયલ મીડિયામાં સંજય દત્ત અંગે વાત કરી હતી. બાબિલે કહ્યું હતું કે પિતાની બીમારી તથા ઇન્તકાલ બાદ સૌથી પહેલા સંજય દત્તે મદદની ઓફર કરી હતી. બાબિલે ઈમોશનલ પોસ્ટ સાથે ઈરફાન-સંજય દત્તની એક તસવીર શૅર કરી હતી.બાબિલે કહ્યું હતું કે પિતાની બીમારી તથા ઇન્તકાલ બાદ સૌથી પહેલા સંજય દત્તે મદદની ઓફર કરી હતી. બાબિલે કહ્યું હતું, રાઈટર્સ એમ વિચારતા હશે કે શરૂઆત કેવી રીતે કરીએ? પરંતુ હું રાઈટર નથી. આથી અહીંથી જ શરૂઆત કરું છું. મીડિયાને હું આગ્રહ કરું છું કે તેઓ સંજુબાબા તથા તેના પરિવારને સ્પેસ આપે. તેઓ કોઈ પણ ટેન્શન વગર પોતાની સારવાર કરાવી શકે. મને ખ્યાલ છે કે આ તમારું કામ છે, પરંતુ આપણે માનવતા ખાતર આમ કરવું જોઈએ.
બાબિલે આગળ કહ્યું હતું, આ એક સિક્રેટ છે. સંજુબાબા એ લોકોમાંથી એક છે, જે બાબા (ઈરફાન)ને કેન્સરનું નિદાન થયા બાદ મદદ માટે સૌથી પહેલા આગળ આવ્યા હતા. બાબાના ઈન્તકાલ પછી પણ સંજુભાઈ તે થોડાંક લોકોમાં સામેલ હતા, જે મજબૂતી સાથે અમારી સાથે ઊભા હતા. મારો આગ્રહ છે કે મીડિયા તેમને તણાવ તથા કોઈ ચિંતા વગર આ લડાઈ લડવા દે. તમને ખ્યાલ જ છે કે આપણે અહીંયા સંજુબાબાની વાત કરી રહ્યાં છીએ. તે ટાઈગર છે. ફાઈટર છે. ભૂતકાળ તમને પરિભાષિત કરશે નહીં પરંતુ આ તમને વિકસિત કરે છે અને મને પૂરો વિશ્વાસ છે કે સંજુબાબા ફરી એકવાર ફિટ થઈને પાછા આવશે.
ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત ત્રીજા સ્ટેજના એડવાન્સ લંગ કેન્સરથી પીડિત છે. સંજય કેન્સરના ઈલાજ માટે અમેરિકા જશે.જ્યાં તે લગભગ 3 મહિના સુધી ઈલાજ કરાવશે.સંજય દત્ત પરિવાર સાથે કોકિલાબેન હોસ્પિટલ પહોંચ્યો હતો.. થોડાં દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને લીલાવતી હોસ્પિટલ એડમિટ કરાયો હતો, જ્યાં તેને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી તે ઈલાજ માટે સતત હોસ્પિટલ જઈ રહ્યો છે.
