કૌન બનેગા કરોડપતિનો નવો પ્રોમો રિલીઝ, અમિતાભ બચ્ચને રિટ્વીટ કર્યો Video
Live TV
-
બીગ બીને હવે તમે ફરી કૌન બનેગા કરોડપતિમાં જોઈ શકશો.'કૌન બનેગા કરોડપતિ 12'નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. એક ટ્વીટર યુઝર્સે આ પ્રોમો શેર કર્યો છે..જેણે અમિતાભે રિટ્વીટ કર્યો છે..આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન હોટ સીટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે.સ્પર્ધક પહેલા સવાલનો જવાબ આપે છે અને તે 1000 રૂપિયા જીતે છે. 1000 રૂપિયા જીત્યા બાદ સ્પર્ધક ઘણો જ ખુશ જોવા મળે છે. અમિતાભે સ્પર્ધકને સવાલ પૂછ્યો હતો કે તમે એક હજાર રૂપિયા જીતીને કેમ આટલા ખુશ છો? આ સવાલ પર સ્પર્ધકે જવાબ આપ્યો હતો, સર મેં 500 રૂપિયામાં મારો બિઝનેસ શરૂ કર્યો હતો અને 10 કરોડ સુધી લઈ ગયો હતો અને પછી બધું બરબાદ થઈ ગયું હતું. આ વખતે હું 1000 રૂપિયામાં તો મારો બિઝનેસ શરૂ કરી શકીશ. વિચારો કે હવે હું આ બિઝનેસને ક્યાં સુધી લઈ જઈ શકીશ. આ વાત સાંભળીને અમિતાભે કહ્યું હતું, સાચી વાત છે મિત્રો, સેટબેકનો જવાબ કમબેકથી આપો.મહત્વનુ છે કે શો દર વર્ષે ઓગસ્ટમાં શરૂ થઈ જાય છે પરંતુ આ વખતે અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે આ શો સપ્ટેમ્બરમાં શરૂ થશે.
