અભિનેતા દિલીપ કુમારનાં નાના ભાઇ અહેસાન ખાનનું નિધન
Live TV
-
કોરોના પોઝિટીવ આવતા લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
બોલિવૂડ અભિનેતા દિલીપ કુમારનાં નાના ભાઇ અહેસાન ખાનનું નિધન થયુ છે.. બુધવારે રાત્રે 11 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.દિલીપકુમારના ભાઈ અહેસાન ખાન 90 વર્ષના હતા..અને તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા..અહેસાન ખાન કોરોનાની સાથે હૃદયરોગ, બ્લડ પ્રેશર જેવી બીમારીથી પણ ગ્રસિત હતા.ગત 21 ઓગસ્ટના રોજ દિલિપ કુમારના નાના ભાઇ અસલમ ખાનનું પણ કોરોનાની સારવાર દરમિયાન મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું.આમ છેલ્લા 15 દિવસમાં દિલીપકુમારને બે ભાઈના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.દિલીપકુમારના ટ્વીટર હેન્ડલ પર અહેસાન ખાનના નિધનની જાણકારી શેર કરવામાં આવી છે..
