ફિલ્મ 'શોલે' ના સુરમા ભોપાલીનું 81 વર્ષની વયે નિધન
Live TV
-
બોલીવુડની અનેક હસ્તીઓએ ટ્વીટર પર દુઃખની લાગણી વ્યક્ત કરી
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા જાવેદ અને નાવેદ જાફરીના પિતા જગદીપનું વય સંબંધી સમસ્યાઓને કારણે ગઈ રાત્રે 81 વર્ષની ઉંમરે નિધન થયુ હતું. ફિલ્મ શોલેમાં એમણે સુરમા ભોપાલીની યાદગાર ભૂમિકા નિભાવી હતી, જગદીપનું સાચુ નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. શોલે, કુરબાની, અંદાઝ અપના અપના, નગિના સહિત 400થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. સંવાદો બોલવાની વિશિષ્ટ લઢણને લીધે તેઓ દર્શકોમાં ખૂબ લોકપ્રિય હતા. તેમના પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ ફિલ્મોમાં સક્રિય છે
જગદીપનો જન્મ 29 માર્ચ 1929એ થયો હતો. જગદીપે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.જગદીપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત 1951માં બીઆર ચોપડાની ફિલ્મન 'અફસાના'થી કરી હતી. આ ફિલ્મમાં જગદીપે બાળ કલાકારમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ કામ કર્યું જેમાં ગુરૂ દત્તની આરપાર, બિમલ રૉયની દો બીઘા જમીન જેવી શાનદારી ફિલ્મો સામેલ છે.નોંધનીય છે કે, છેલ્લા 3 મહિનામાં જગદીપ પાંચમી એવી બોલિવૂડ હસ્તી છે જેણે દુનિયા છોડી દીધી છે. અગાઉ, રિશી કપૂર, ઈરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત, સરોજ ખાનનું નિધન થયું હતું.
જગદીપના નિધનના સમાચાર મળથા જ અજય દેવગણે પોતાના ટ્વિટર પર લખ્યું, 'જગદીપ સાહેબના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમને સ્ક્રીન પર જોઇને હંમેશા ખુશી થતી. તેમણે દર્શકોને આનંદથી ભર્યા. જાવેદ અને તેમના પરિવારના તમામ સભ્યો પ્રત્યે મારી હૃદયથી સંવેદના. જગદીપ સાહેબની આત્મા માટે પ્રાર્થના.'
જૉની લીવરે પોતાનું દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ પર લખ્યું કે, મારી પહેલી ફિલ્મ અને જ્યારે મે પહેલી વાર કેમેરા ફેસ કર્યો તે 'યે રિશ્તા ના ટૂટે' જગદીપ ભાઈ જેવા લેજેન્ડની સાથે હતી. અમે તમને ખુબ મિસ કરીશું. તેમને આત્માને શાંતિ મળે. અમારી પ્રાર્થના અને સંવેદનાઓ પરિવારની સાથે છે.
