Skip to main content
Settings Settings for Dark

બિહાર-આસામ પૂરના પીડિતોને મદદ કરવા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શરુ કરી પહેલ

Live TV

X
  • અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી દેશના લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે. ફરી એકવાર દરિયાદિલી બતાવતાં વિરાટ-અનુષ્કાએ આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવાની શપથ લીધી હતી

    અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ બિહાર અને આસમમાં રાહત અને પુનર્વસનનુ કાર્ય કરી રહેલા સંસ્થાઓને એક ચોક્કસ રકમ દાન આપી છે. જોકે તેમણે કેટલું ડોનેશન આપ્યું છે તે ગુપ્ત રાખ્યું છે. બન્નેએ આ જાણકારી સોશિયલ એકાઉન્ટ પર આપી છે. તેમણે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે કે, જ્યારે આપણો દેશ કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહ્યો છે. તેવામાં આસામ અને બિહારમાં ભીષણ પૂર આવ્યા છે. જેમાં અસંખ્ય પરિવારોને હાનિ પહોંચી છે તેમજ તેમની આજીવિકા પ્રભાવિત થઇ છે. અમે આસામ અને બિહારના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. વિરાટ અને મેં પૂર પીડિતોના લાભાર્થે વિશ્વસનીય સંસ્થાઓને મદદ કરવાનો ફેંસલો કર્યો છે. તમારે લોકોએ પણ આ રાહતકાર્ય માટે મદદ કરવી જોઇએ.બન્નેએ રેપિડ રિસ્પોન્સ, એકશન એડ અને ગૂંજ જેવી સંસ્થાઓને એક ગુપ્તદાન આપ્યું છે. તેમણે પોતાના અકાઉન્ટ પર આ ઓર્ગેનાઇઝેશનની લિંક પણ શેર કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply