લોહાણા સમાજ દ્વારા જલારામ ભક્તો માટે લોક ડાયરાનું આયોજન કરાયું
Live TV
-
લોક ડાયરામાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા અને લોક સાહિત્યકાર પારસભાઈ પાંધીએ જલારામ બાપાના જીવનની ઝાંખી લોકો સમક્ષ વર્ણવી હતી
જામનગરમાં આગામી દિવસોમાં આવનાર જલારામ જયંતી નિમિત્તે લોહાણા સમાજ દ્વારા જલારામ ભક્તો માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા અને લોક સાહિત્યકાર પારસભાઈ પાંધીએ જલારામ બાપાના જીવનની ઝાંખી લોકો સમક્ષ વર્ણવી હતી. આ લોક ડાયરાનો લાભ આશરે ૧૦ હજાર જેટલા જલારામ ભક્તોએ લીધો હતો. આ લોક ડાયરામાં લોહાણા સમાજના પ્રમુખ, શહેરના મેયર, ભાજપ શહેર પ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપસ્થિત રહ્યાં હતા.
