Skip to main content
Settings Settings for Dark

હલ્દી ઘાટી યુદ્ધ કી ગાથા દ્વારા ભારતના ઈતિહાસને અને શુરવીરોની શૌર્ય ગાથાઓને જીવંત કરી

Live TV

X
  • મહારાણા પ્રતાપ એક એવા યોધ્ધા હતા કે તેમને ક્યારેય પોતાની હાર માનીના હતી અને મેવડ તથા ચિતોડનું ગૌરવ વધાર્યું હતું

    કલા અને સંસ્કારઅને સંગીત નગરી વડનગર ખાતે છેલ્લા બે દિવસ ચાલી રહેલા સંગીત સમારોહ બાદ આજે વડનગર ખાતે તાનારીરી ખાતે આવેલ એમ્ફી થીયેટરમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવીન કાર્યક્રમ આજે રાત્રે આપણી હિન્દુસ્તાનની વિસરાતી જતી વિરાસત અને આપણા ઈતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાના એક પ્રયાસ રૂપે આજે “હલ્દી ઘાટી યુદ્ધ કી ગાથા” કે જેમાં મહારાણા પ્રતાપની શુરવીરતાની શૌર્ય ગાથા રાજસ્થાનના જયપુરના વતની એવા ઇન્દ્રદાનરતનું દ્વારા રજુ કરવામાં આવી હતી. મૂળ જયપુરના વતની અને કૃષિ વિજ્ઞાનના સ્નાતક અને નિવૃત બેંક ઓફિસર એવા ઇન્દ્રદાનરતનું કે જેમણે ઘણા વર્ષોનાં સંશોધન તથા મહારાણા પ્રતાપની વિવિધ જગ્યાને સ્થળ પરના અવલોકનને અંતે તેમણે મહારાણા પ્રતાપ પર ઘણા હિન્દી તથા અંગ્રેજીમાં પુસ્તકો લખ્યા છે. તેમને પુરાં ભારતમાં હલ્દી ઘાટી યુદ્ધ કી ગાથા દ્વારા ભારતના ઈતિહાસને અને શુરવીરોની શૌર્ય ગાથાઓને જીવંત કરી છે .

    મહારાણા પ્રતાપ એક એવા યોધ્ધા હતા કે તેમને ક્યારેય પોતાની હાર માનીના હતી અને મેવડ તથા ચિતોડનું ગૌરવ વધાર્યું હતું. ઇન્દ દાન રાતનું દ્વારા પડદા પર જુના ઈતિહાસના ચિત્રો દ્વારા યુદ્ધ ક્યા ખેલાયું હતું કેટલા સૈનિકો હતા વગેરેની રસપ્રદ માહિતી આપી હતી. આજકાલ લોકો ખાસ કરીને આજના મોબાઈલ યુગમાં નવીન પેઢી ઈતિહાસને જાણી શકે અને સમજી શકે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    આજે મહારાણા પ્રતાપની શૌર્ય ગાથાને સાભળવા વડનગર શહેર ઉમટી પડ્યું હતું ખાસ આ કાર્યક્રમમાં વડનગરનાં અગ્રણી સોમભાઇ મોદી, કલેકટર એચ કે પટેલ , રાજ્ય સંગીત અને નાટ્ય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ તથા નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા, પ્રાન્ત અધિકારી પી.બી.રાઠોડ.દિપ્તી પ્રજાપતિ સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply