વડોદરામાં વિવિધ કલાકારોએ યોજ્યું રંગોળી ચિત્રોનું પ્રદર્શન
Live TV
-
જાણીતા કલાકાર કામલર્ષ વ્યાસના માર્ગદર્શન હેઠળ સહજ રંગોળી ગ્રુપના 21 કલાકારોએ 50 થી 60 કલાકની ભારે જહેમત બાદ 6 બાય 4ની સાઇઝના 13 રંગોળી ચિત્રો તૈયાર કર્યા હતા
ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડોદરા ઉત્સવોની વિશિષ્ટ ઉજવણી માટે જાણીતી છે. દિવાળીના તહેવારોને ઉપલક્ષમા રાખીને વડોદરામાં વિવિધ કલાકારોએ રંગોળી ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું. જેમાં સહજ રંગોળી ગ્રુપ દ્વારા અમન કે ફરિસ્તેના થીમ પર ઇસ્કોન મંદિર ખાતે રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા કલાકાર કામલર્ષ વ્યાસના માર્ગદર્શન હેઠળ સહજ રંગોળી ગ્રુપના 21 કલાકારોએ 50 થી 60 કલાકની ભારે જહેમત બાદ 6 બાય 4ની સાઇઝના 13 રંગોળી ચિત્રો તૈયાર કર્યા હતા. જેમાં તેમણે ભારતીય સૈન્યની સરહદ પરની પરિસ્થિતીને રંગોળી દ્વારા આબેહૂબ દર્શાવી છે. જય જવાન રંગોળીમાં ભારતીય જવાનોની સાથે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુ સિયાચીનની પરિસ્થિતિ જનરલ નિયાઝીને અટક કરીને સરેન્ડરના કરાર ભારત પાકિસ્તાનના કરારની ઐતિહાસિક ક્ષણ, પાવર ઓફ ઇન્ડિયા, પોખરણ જેવા વિવિધ વિષયોને આવરી લેતા 13 રંગોળી ચિત્રો બનાવ્યા છે.
