51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો 16મી જાન્યુઆરીથી થશે પ્રારંભ
Live TV
-
ગોવામાં 51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો 16મી જાન્યુઆરીથી થશે પ્રારંભ, જે 24 જાન્યુઆરી સુધી ચાલશે. પ્રથમ વાર હાઈબ્રીડ મોડમાં યોજાશે આ ફિલ્મ ફેસ્ટિવલ. ઓનલાઇન અને વ્યક્તિગત રૂપે એમ બંને રીતે સમાવેશ કરવામાં આવશે
આ વર્ષના કોરોના મહામારીના કારણે ઠેલાઇ રહેલા 51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો હવે 16મી જાન્યુઆરીના રોજથી પ્રારંભ થશે. જ્યારે તેની પૂર્ણાહુતી 24 જાન્યુઆરીના રોજ થશે. આ ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોવામાં જ યોજવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલ પ્રથમ વાર એક હાઈબ્રીડ મોડમાં ગોઠવવામાં આવી રહ્યો છે. તેમાં ઓનલાઇન અને વ્યક્તિગત રૂપે એમ બંનેનો સમાવેશ કરવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વભરમાંથી આશરે 224 પ્રખ્યાત ફિલ્મોના પ્રસારણ લાઇન-અપ કરવામાં આવશે. જેમાં ભારતીય પેનોરમા વિભાગ હેઠળ 21 નોન-ફીચર ફિલ્મો અને 26 ફીચર ફિલ્મો શામેલ છે. થોમસ વિન્ટર બર્ડ નિર્દેશિત અને કાન્સ સર્વશ્રેષ્ટ અભિનેતા પુરસ્કાર વીજેતા મેથ્સ મિકિલ્સન્સ સ્ટારર ફિલ્મ 'અનધર રાઉન્ડ'ના પ્રીમિયરથી આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થશે. આ ફિલ્મને ડેનમાર્ક દેશ તરફથી ઓસ્કર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી છે. મિડ ફેસ્ટમાં ભારતના નિર્માતા દ્વારા નિર્મિત ફિલ્મ 'મેહરુનિસા'નું વર્લ્ડ પ્રીમિયર પણ બતાવવામાં આવશે. મેહરુનિસા ફિલ્મ મહિલાના સપનાને સાકાર કરતી ફિલ્મ છે. કિયોશી કુરોસાવાની ફિલ્મ 'વાઇફ ઓફ અ સ્પાય' દ્વારા આ ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા માટે મીડિયા રજીસ્ટ્રેશન તાજેતરમાં જ ચાલુ થયું છે, જે આગામી 10 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
