IASની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સોનુ સૂદે સ્કોલરશિપ લોન્ચ કરી
Live TV
-
અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન રાખવામાં આવી છે
કોરોનકાળમાં લોકોની મદદ માટે કરવા માટે જાણીતા બની ગયેલા અભિનેતા સોનુ સૂદે હવે IASની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ લોન્ચ કરી છે. ટ્વીટર પર જાણકારી આપતા સોનુ સુદે લખ્યુ છે કે IASની તૈયારી કરવી હોય તો અમે તમારી જવાબદારી લઈશું. સોનુએ સ્કોલરશિપ માટે અરજી માગી છે અને તેની છેલ્લી તારીખ 30 જૂન રાખી છે. ઈચ્છુક લોકો સૂદ ફાઉન્ડેશનની વેબસાઈટ www.soodcharityfoundation.org પર વિઝિટ કરી શકે છે. સોનું સૂદના આ ટ્વીટને 39 હજારથી વધુ લાઈક મળી છે.
