અંકલેશ્વર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, 1નું મોત
Live TV
-
અકસ્માત બાદ સાઈડમાં ઉભેલ ટ્રક પલટી મારી ગઈ હતી. અંકલેશ્વરના ખરોડ ચોકડીથી બાકરોલ બ્રીજ વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
અંકલેશ્વર નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયાની ઘટના બની હતી. જેમાંથી એકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. હાઈવે પર ઉભેલી ટ્રકની પાછળથી આવેલ ટ્રકે કાબૂ ગુમાવતા બંને ટ્રક વચ્ચે ભારે અકસ્માત સર્જાયો હતો.
