અંબાજીથી પરત ફરતા સીએમ રૂપાણીના કાફલાનો અકસ્માત
Live TV
-
સીએમના કાફલાને થયેલા અકસ્માતમાં ડીવાયએસપી સહીત 3 પોલીસ કર્મી ને ઈજા થઇ.. તમામ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી થી ગાંધીનગર પરત ફરતા હતા તે દરમિયાન ખેડબ્રહ્મા પાસેના આગિયા અને મટોડા વચ્ચે જંગલી ભૂંડ વચ્ચે આવી જતા તેમના કાફલાના એક વાહનને અકસ્માત નડ્યો હતો. તેમાં ડીવાયએસપી સહીત 3 પોલીસ કર્મી ને ઈજા થઇ હતી. તેમને હિંમતનગરની ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા હતા. તમામની હાલત હાલ સ્થિર જણાવાઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીસલામત ગાંધીનગર જવા રવાના થયા હતા.
