સીએમ રૂપાણી માં અંબાના શરણે, પરિવાર સાથે કરી પૂજા
Live TV
-
શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થતા સીએમ રૂપાણીએ કર્યા મા અંબાના દર્શન
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના ધર્મપત્ની સાથે યાત્રાધામ અંબાજી મુલાકાતે પહોંચ્યા હતા.તેમણે વહેલી સવારે મંગળા આરતીમાં હાજર રહી મા અંબાની પૂજા-અર્ચના સહિત આરતી પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના ધર્મપત્નીએ માતાજી ને સાડી અર્પણ કરી હતી તથા માતાજીના દર્શન કર્યા હતા. ત્યાર બાદ વિજય રૂપાણી ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે પણ આશીર્વાદ લીધા હતા ને સાથે રક્ષા પોટલી બંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ આજે અંબાજી દર્શન ખાતે પહોંચ્યો છું. અને ગુજરાતનું કલ્યાણ થાય સૌ સુખી બને તેવી માતાજીને પ્રાર્થના કરી છે.
