Skip to main content
Settings Settings for Dark

અંબાજીના માર્ગો ગુંજ્યા જય અંબેના નાદથી

Live TV

X
  • અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. અવનવા રથ લઇને માઈ ભક્તોનું ઘોડાપુર અંબાજી તરફ આગળ વધી રહ્યું છે

    નવરાત્રી પૂર્વે હાલ અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. અવનવા રથ લઇને માઈ ભક્તોનું ઘોડાપુર અંબાજી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે પંચમહાલના કાલોલના શ્રદ્ધાળુઓ અનોખો રથ લઈ અરવલ્લી જવા નીકળ્યા છે. કાલોલ તાલુકાના મલાવ ગામથી નીકળેલા આ સંઘમાં 200 જેટલા સભ્યો છે. માતાજીનો આ રથ સેવનના લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યો છે. જેનો અંદાજે ખર્ચ 5 લાખ રૂપિયા છે. વર્ષ 2012માં આ રથનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પદયાત્રીઓ કાલોલથી 280 કિલોમીટરનું અંતર કાપી અંબાજી ખાતે અગિયારસના દિવસે પહોંચશે. તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લાના પદયાત્રીઓ માટે મોડાસા ખાતે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામા અને નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply