Skip to main content
Settings Settings for Dark

કોંગોના વધતા કહેર વચ્ચે આરોગ્યતંત્ર સક્રિય

Live TV

X
  • કોંગો ફિવર અંગે જામનગર જિલ્લા કલેકટર દ્વારા મિટિંગ યોજી જરૂરી માહિતી પત્રકારોને આપવામાં આવી હતી. આ પરિ સંવાદમાં ક્રીમિઅન કોંગો હેમોરેજીક તાવ ના ફેલાવા વિશે જાણકારી આપવામાં આવી હતી..

    જામનગરમાં  કૉંગો ફીવરનો પ્રથમ કેસ નોંધાયો હતો. જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને રામેશ્વર નગરમાં રહેતા ડોકટરને કૉંગો ફીવરનું નિદાન થતાં ડોકટરોએ કોંગો ફિવર સામેની લડાઈ તેજ કરી દીધી હતી. કોંગો ફિવર અંગે જામનગર જિલ્લા કલેકટર દ્વારા મિટિંગ યોજી જરૂરી માહિતી પત્રકારોને આપવામાં આવી હતી. આ પરિ સંવાદમાં ક્રીમિઅન કોંગો હેમોરેજીક તાવ ના ફેલાવા વિશે જાણકારી આપવામાં આવી હતી.. આ રોગ પ્રાણી જન્ય છે.  ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓથી લઇ શહેરી વિસ્તારોમાં ઘરમાં પાળવામાં આવતા બિલાડી, કુતરા જેવા પ્રાણીઓ દ્વારા પણ આ રોગ ફેલાય છે. આ રોગમાં ચેપ લાગ્યાના થોડા દિવસો બાદ વ્યક્તિને રોગના ચિહ્નો જોવા મળતા હોય છે જે અનુસાર, ભારે તાવ સાથે ચક્કર પેટમાં દુઃખાવો સાંધામાં દુઃખાવો ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જામનગર શહેર માં ,કોંગો ફિવર નો કેસ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે. પશુઓમાં રહેલી ઇતરડીના કારણે આ રોગનો ફેલાવો થતો હોવાથી મહા નગરપાલિકાની આરોગ્ય જિલ્લા પંચાયતે પશુપાલન શાખા દ્વારા ઇતરડીનો નાશ કરવા માટેની ટીમને તૈયાર કરી ને એક મહિનાનો એકશન પ્લાન બનાવ્યો છે. જેને પગલે ,શહેરના તમામ પશુ પાલકોના રહેઠાણની આસ-પાસ ૪ સપ્ટેમ્બર થી તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી એક મહિના સુધી જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવશે. આ ઉપરાંત,પશુઓના લોહીના નમૂનાઓ પણ એકત્ર કરીને તેની તપાસ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે પશુઓમાં રહેલી ઇતરડી જ્યારે માનવીને કરડે છે.. ત્યારે તેના ઈન્ફેક્શનથી કોંગો ફીવરની બીમારી લાગુ પડે છે. જેથી પાલતુ પશુઓમાં ઈતરડી નજરે પડે તો તેનો નાશ કરવા જરૂરી સૂચનાઓ તંત્ર તરફથી આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply