ગુજરાતમાં પણ મેઘમહેર , નદી, ડેમ છલકાયા
Live TV
-
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર યથાવત છે. કચ્છના માંડવી અને અંજારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર યથાવત છે. કચ્છના માંડવી અને અંજારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લખપતના ગ્રામ્ય વિસ્તારો બાદ માંડવીમાં પણ વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગીર સોમનાથનો હીરણ-2 ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યો હતો. સાથે જ નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા હતા. તો અમરેલીમાં સવારથી ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં પણ વરસાદનું ધમાકાદાર આગમન થયું હતું. ધોધમાર વરસાદ વરસતા ભારે ઉકળાટ બાદ શહેરી જનોને ગરમીમાંથી રાહત મળી હતી. આજે સવારથી લઈને અત્યાર સુધી જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ, જ્યારે માળિયામાં અઢી ઇંચ, અને જામનગરના જોડિયામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો સુરતના ઓલપાડમાં ચાર ઇંચ, સુરત શહેરમાં બે ઇંચ, ભરુચના વાગરામાં દોઢ ઇંચ અને હાંસોટમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આગામી ચાર દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે
